Homeરસોઈટેસ્ટી મેથી-પૂરી બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ...

ટેસ્ટી મેથી-પૂરી બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રેસિપી, શિયાળો જાય તે પહેલા ઘરવાળાને ખવડાવી જુઓ

ઠંડીની ઋતુમાં ઘણીવાર મસાલેદાર અને તળેલું ખાવાની ઈચ્છા થાય છે. આવી સ્થિતિમાં જો તમે નાસ્તામાં અથવા લંચમાં તમારી રેગ્યુલર પ્લેન પુરીમાં બદલાવ કરીને તેને ટેસ્ટી બનાવવા માંગતા હોવ તો ટ્રાય કરો મેથી પુરી. મેથી પુરીનો સ્વાદ નાના બાળકોથી લઈને મોટેરાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. તેને ચાની સાથે ખાવાથી મજા પડી જાય છે.

આજે અમે તમને મેથી પુરીની રેસિપી જણાવીશું. ચાલો જાણીએ શિયાળામાં ખાસ મેથી પુરી કેવી રીતે બનાવવી.

સામગ્રી

  • ઘઉંનો લોટ – 2 કપ
  • બારીક સમારેલા મેથીના પાન – 1 કપ
  • ચણાનો લોટ – 1/2 કપ
  • કણક ભેળવવા માટે તેલ – 1 ચમચી
  • હીંગ – 1 ચપટી
  • મીઠું – સ્વાદ મુજબ
  • અજમો – 1/4 ચમચી
  • તેલ – પુરીઓ તળવા માટે

બનાવવાની રીત
ઘઉંના લોટમાં ચણાનો લોટ, સમારેલી મેથી, હિંગ, મીઠું, અજમો અને તેલ ઉમેરીને બરાબર મિક્સ કરો. થોડું-થોડું પાણી ઉમેરીને સખત કણક બાંધો.

ગૂંથેલા લોટને ઢાંકીને 20 મિનિટ બાજુ પર રાખો. 20 મિનિટ પછી તમારા હાથ પર થોડું તેલ લગાવો અને લોટને થોડો વધુ ગૂંથી લો.

લોટમાંથી નાના-નાના ગુલ્લા બનાવીને બાજુ પર રાખો. બધા ગુલ્લામાંથી પુરી વણી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પુરી નાખો. જ્યારે પુરી ઉપર આવે ત્યારે ઝારાની મદદથી હળવા હાથે દબાવો, જેથી તે સારી રીતે ફૂલાઈ જાય.

બંને બાજુ પુરી ક્રિસ્પી થઈ જાય ત્યારે પુરીને પ્લેટમાં કઢીને ગરમા ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી...

સામેથી જવાબ મળ્યો સારું છે, 😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

હું મારી દરેક વસ્તુ તારી સાથે શેર કરવા માંગુ છું…😅😝😂😜😅😝😂😜

માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીનેક્યાં જઈ રહી છે?દીકરી : માં...

Read Now

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ આપો..( માર્ક- 10 )જ: 1) પત્નીનાં આંસુ2) બાજુવાળા ભાભીની સ્માઇલભાઈ 10/10 મળ્યા…😜😅😜 કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..કાકી : શુ લખો…….કાકા : જેને મળે એની….😜😅😜 (નોંધ...

વૃશ્ચિક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, દિવસ ફળદાયી રહેશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી હશે તો વિચાર્યું ફોન કરી લઉં પત્ની : આટલો જ પ્રેમ આવી રહ્યો હતો તો સવાર સવારમાં મગજમારી કેમ કરી ? પતિ ચૂપ . થોડીવાર વિચાર્યા પછી મનમાં ને મનમાં બોલ્યો યાર આ તો ઘરનો જ...